જન્મઃ ૧૫ જાન્યુઆરી ૧૯૪૦
જન્મસ્થળઃ ભિંગાર, અહમદનગર
ઉછેરઃ નિઃસંતાન આન્ટીએ કર્યો
ભણતર : ભીષણ ગરીબીના કારણે ૮મા ધોરણથી ભણવાનું છોડી ફૂલ વેચવા લાગ્યા હતા
ટ્રક ચલાવવાની તાલીમ લઈ લશ્કરમાં જોડાયા.
સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકોથી પ્રભાવિત.
૧૯૬૫ના પાકિસ્તાન યુદ્ધમાં જીવલેણ રીતે ઘવાયા.
૧૯૭૫માં લશ્કર છોડી રાલેગાન આવી ગયા.
અહીં બધા ભીષણ ગરીબી, દુષ્કાળ, ગુનાખોરી અને શરાબની લતમાં હતા.
અણ્ણાએ બધી બચત વાપરી દારૃ, વૃક્ષો કાપવાનું છોડી, નાના પરિવારના શપથ લેવડાવ્યા.
ગામના વિકાસના કામમાં શ્રમયજ્ઞામાં બધાને જોડયા.
લોકસેવામાં તેમણે સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા છે.
એવોર્ડ :
- ઈન્દિરા પ્રિયર્દિશની વૃક્ષમિત્ર
- કૃષિભૂષણ
- પદ્મશ્રી
- પદ્મભૂષણ
- રેમન મેગ્સેસે
- કેર ઈન્ટરનેશનલ(અમેરિકા)
- ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલ (સીઓલ)
અણ્ણા હજારે અને આપણે બધાએ વિચારવાનું છે કે, હવે તો જેટલા ઇલેક્ટ્રીકના થાંભલા છે એટલા દેશમાં ભ્રષ્ટાચારીઓ છે, ગલીએ ગલીએ અને શહેરે શહેરે, ગટરમાં કીડા ખદબદે તેમ આખા દેશમાં ખદબદી રહ્યા છે , રાજકારણીઓ,પોલિસ અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, રાજકારણીઓએ પોષીને વકરાવેલા ગામના લુખ્ખા ગુંડાઓ, લીસ્ટ ઘણું લાંબુ થાય તેમ છે. કદાચ ઇલેક્ટ્રીકના થાંભલા ઓછા પડશે.જન્મસ્થળઃ ભિંગાર, અહમદનગર
ઉછેરઃ નિઃસંતાન આન્ટીએ કર્યો
ભણતર : ભીષણ ગરીબીના કારણે ૮મા ધોરણથી ભણવાનું છોડી ફૂલ વેચવા લાગ્યા હતા
ટ્રક ચલાવવાની તાલીમ લઈ લશ્કરમાં જોડાયા.
સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના પુસ્તકોથી પ્રભાવિત.
૧૯૬૫ના પાકિસ્તાન યુદ્ધમાં જીવલેણ રીતે ઘવાયા.
૧૯૭૫માં લશ્કર છોડી રાલેગાન આવી ગયા.
અહીં બધા ભીષણ ગરીબી, દુષ્કાળ, ગુનાખોરી અને શરાબની લતમાં હતા.
અણ્ણાએ બધી બચત વાપરી દારૃ, વૃક્ષો કાપવાનું છોડી, નાના પરિવારના શપથ લેવડાવ્યા.
ગામના વિકાસના કામમાં શ્રમયજ્ઞામાં બધાને જોડયા.
લોકસેવામાં તેમણે સંખ્યાબંધ એવોર્ડ મેળવ્યા છે.
એવોર્ડ :
- ઈન્દિરા પ્રિયર્દિશની વૃક્ષમિત્ર
- કૃષિભૂષણ
- પદ્મશ્રી
- પદ્મભૂષણ
- રેમન મેગ્સેસે
- કેર ઈન્ટરનેશનલ(અમેરિકા)
- ટ્રાન્સપેરન્સી ઈન્ટરનેશનલ (સીઓલ)
અણ્ણા ૧૯૭૫થી જાહેર જીવનમાં આવ્યા છે. તેમના દરેક આંદોલનમાં દેશભરની જનતા જોડાઈ જાય છે કારણ કે બધાને ખબર છે કે અણ્ણા રાજકારણ નથી રમતા. ભ્રષ્ટાચાર વિરોધી લોકપાલ બિલની રચના માટે બનાવાયેલી સમિતિમાં અડધોઅડધ પ્રતિનિધિ નાગરિકોના હોવા જોઈએ તેવા આગ્રહ સાથે તાજેતરમાં તેમણે ઉપવાસ આદર્યા ત્યારે તેમને પ્રસિદ્ધિ માટે મળવા આવનાર રાજકારણીઓને તેમની પાસે જવા દેવાયા નહોતા.
અણ્ણાએ જણાવ્યું કે, તેઓ મૃત્યુથી ડરતા નથી. જો દેશ માટે જાન જશે તો તેમને આનંદ થશે, તેમની પાછળ રડનાર કોઈ નથી. તેમણે હાકલ કરી હતી કે, ગોરાઓનું રાજ ગયું અને કાળાઓનું આવી ગયું છે. આઝાદી તો મળી જ નથી. આપણે ભ્રષ્ટાચાર અને નોકરશાહી સામે આઝાદીની ચળવળ ચલાવવી પડશે. તેમની બે બહેનો છે, એકના લગ્ન મુંબઈમાં અને બીજીના સંગમનેરમાં થયા છે. અણ્ણા જ્યારે ઉપવાસ આદરે ત્યારે આ બહેનોને ચિંતા થાય છે. પરંતુ અણ્ણા તેમના ઘેર કદી જતાં નથી. તેઓ પરિવારના બંધનમાં બંધાવા માગતા નથી.
અણ્ણા હજારે સૈનીકના ડ્રેસમાં :
અણ્ણા હજારે એક લડાયક મિજાજના સૈનીક છે, પંદર વર્ષ ભારતીય સેનામાં ફરજ બજાવી ચુકેલા છે. ૧૯૬૩ માં ભારત સરકારની યુવાનોને સેનામાં જોડાવાની હાકલ હતી અને અણ્ણાજી તેને પોતાની ફરજ સમજી અને સેનામાં જોડાઇ ગયાં. સિક્કીમ, આસામ, ભુતાન, મીઝોરામ, લડાખ આ બધીજ સરહદો પર તેમનું પોસ્ટીંગ થયેલું હતું. સરહદ પરનાં દુશ્મનો સામે લડવું સહેલું છે, સામો આવે તો ગોળી ધરબી દેવાય, આ તો દેશની અંદર રહેલા દુશ્મનો છે, એકલા અણ્ણા હજારેથી નહીં ચાલે, એકે એક નાગરીકે અણ્ણા હજારે બનવું પડશે. આપણે એ દિવસની રાહ જોઇએ કે ક્યારેક તો ઇલેક્ટ્રીકના થાંભલે એકાદ ભ્રષ્ટાચારીને લટકાવવામાં આવે !
0 comments:
Post a Comment